BREAKING

દુધાળા વિજાઆપા આશ્રમ ખાતે 13 માર્ચના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

પાલીતાણા તાલુકાના દુધાળા ગામે આવેલ શ્રી વિજાઆપ આશ્રમ  દુધાળા ખાતે આગામી 13-3-20 ના રોજ ગુરુ મહારાજ પુરુષોત્તમ બાપુની ત્રીજી નિર્વાણ તિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

પાલીતાણા તાલુકાના દુધાળા ગામે આવેલ શ્રી વિજાઆપા આશ્રમ ખાતે તા.13.3.20 ના રોજ ગુરુ મહારાજ પુરુષોત્તમ બાપુ ની ત્રીજી નિર્વાણ તિથિ હોય આશ્રમ સેવક સમુદાય દ્વારા ભંડારો, મંડપ અને ચરણ પાદુકા પૂજન સહિતના  ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે, સવારના 8.00 કલાકથી લઘુ યજ્ઞ શરૂ થશે તેમજ 9.00 કલાકે સ્થંભ પૂજન કરવામાં આવશે,  અને બપોરના 12.00 કલાકે પૂજ્ય બાપુના ચરણ પાદુકા પૂજન થશે,  આ ધાર્મિક કાર્યક્રમ માં આવનારા સાધુ સંતોના સામૈયા સાંજના 5.00 કલાકે યોજાશે, તેમજ 5.30 કલાકે સંતોનું પૂજન વિધિ કરવામાં આવશે, સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે ભક્તિમય માહોલ બની રહેશે,  દિવસ દરમિયાન ભોજન પ્રસાદ ચાલુ રહેશે, તેમજ રાત્રીના સમયે ભવ્ય સંતવાણી યોજાશે જેમાં ભજન સમ્રાટ  રામદાસજી ગોંડલીયા, વિજયદાન ગઢવી તેમજ અમિશ વાઘેલા ભજન નું સુરવાણી રેલાવશે, સમગ્ર કર્યક્રમ નું સ્ટેજ સંચાલન મહેશદાન ગઢવી કરશે

આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા માટે સેવક સમુદાય વિજાઆપા આશ્રમ દુધાળા દ્વારા ભાવિકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો