ભાવનગર નજીકના સીદસર વિસ્તારની સોસાયટીઓને મનપા માં 2015 માં ભેળવામાં આવ્યા બાદ આજદિન સુધી કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી, આમ છતાં પણ મનપા દ્વારા 2015 થી અત્યાર સુધીના મસમોટા વેરા બિલ ફટકારતા સ્થાનિકો હવે આકરા પાણીએ થયા છે અને આજે મનપા કચેરીએ રજુઆત કરવા ગયા બાદ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015 માં શહેરનું નવું સીમાંકન કર્યા બાદ ચાર ગામોને મનપા માં ભેળવી દેવામાં આવ્યા છે, જેમાં સીદસર, રુવા, અકવાડા અને નારી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો કે જે તે સમયે મનપા ના પદાધિકારીઓ દ્વારા લોકોને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મનપા દ્વારા તમામ સુવિધાઓ આપવામાં નહિ આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારના વેરા નહીં વસુલવામાં આવે, જો કે મનપા દ્વારા સીદસર વિસ્તારની હીલપાર્ક, સ્વસ્તિક પાર્ક 1 અને 2 તેમજ હિલસન 1 અને 2 ના રહીશોને પાણી, ગટર, રોડ રસ્તા સહિતની સુવિધાઓ હજુ મળી નથી ત્યાં તો છેક 2015 થી અત્યાર સુધીના ચાર વર્ષના મસમોટા વેરાબીલ ફટકારી દેવામાં આવ્યા છે, જો કે તેને લઈને આ તમામ સોસાયટી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, અને આજે રજુઆત કરવા માટે મનપા કચેરીએ રજુઆત કરવા દોડી આવ્યા હતા અને ત્યાં જ ધરણા પર બેસી જતા તંત્ર મુંજાયું હતું. જો કે કમિશનરે તેમની રજુઆત સાંભળી હતી પરંતુ પ્રજાના પ્રતિનિધિ પીએમ ની મુલાકાતે હોય તેમને મળ્યા ન હતા.
જો કે સ્થાનિક આગેવનો એ ચિમકી ઉચ્ચરી હતી કે જો તેમના વેરા માફ કરવામાં નહિ આવે તો તેઓ આગામી સમયમાં ઉપવાસ સાહિતના ઉગ્ર વિરોધ કર્યક્રમો કરશે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો