BREAKING

શાળાઓ મર્જ કરવા બાબતે યુવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.



સરકાર દ્વારા સરકારી શાળાઓ ને મર્જ કરવાનો સરકારનો નિર્ણય છે તેને યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, આજે યુવા કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓઉપસ્થિતિમાં ભાવનગર યુવા કોંગ્રેસ દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી અને અન્ડોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સરકાર દ્વારા સરકારી શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, આજે ભાવનગર યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ કોંગ્રેસ યુવા મોર્ચા ના મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુવા મોર્ચાના મંત્રીની આગેવાનીમાં મોટી સંખ્યામાં એકઠા થઇ અને સરકાર સામે સુત્રોચ્ચાર કરી અને નાયબ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકારી શાળાઓને મર્જ નહિ કરવા સરકાર ને રજૂઆત કરવામાં આવી હતી, તેમને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારી શાળાઓ મર્જ કરી રહી છે કે બંધ કરી રહી છે, માટે સરકાર ખાનગી શાળાને પ્રોત્સાહન આપવાના બદલે સરકારી શાળાને પ્રોત્સાહન આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે રજૂઆત કરવામાં આવી હતી કે જો સરકાર દ્વારા આગામી સમયમાં આ નિર્ણય નહી રદ કરે તો સંમગ્ર ગુજરાતમાં યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો