BREAKING

ભાવેણાવાસીઓ એ વૈજ્ઞાનિક અને સુરક્ષિત રીતે નિહાળ્યું સૂર્યગ્રહણ.


આ વર્ષનું આખરી સુર્યગ્રહણ આજના દિવસે થયું, આ ખગોળીય ઘટના ને સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે નિહાળવા માટે તેમજ લોકોમાં માં પ્રવર્તી અંધશ્રદ્ધા દુર થાય તે હેતુ થી કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભાવનગરના તખ્તેશ્વર મંદિર અને પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ ખાતે સૂર્યગ્રહણ નિહાળવા ખાસ સોલાર ફિલ્ટર, પીનહોલ કેમેરા તેમજ ખાસ પ્રકારના ચશ્માં દ્વારા નિહાળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એ સુર્યગ્રહણને નિહાળ્યું હતું.

આજે વર્ષ ૨૦૧૯ના વર્ષનું છેલ્લું ગ્રહણ હતું, આજે આ ગ્રહણ ભાવનગર પણ આંશિક દેખાયું હતું જેમાં સૂર્ય ૬૦થી ૭૦ % જેટલો ચંદ્ર દ્વારા ઢંકાયેલો નિહાળવા મળ્યો હતો. આજે આ સુર્યગ્રહણને વિજ્ઞાનિક અને સુરક્ષિત રીતે નિહાળવા માટે ગુજકોસ્ટ આયોજિતt અને કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભાવનગરમાં તખ્તેશ્વર મંદિર અને નારી ગામ પાસે પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમ ખાતે સૂર્યગ્રહણ નિહાળવા માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સંસ્થા દ્વારા લોકો સુર્યગ્રહણ દૂરબીન, સોલાર ફિલ્ટર્સ, પિન-હોલ કેમેરા,  તેમજ યુટ્યુબ અને ફેશબુક પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, 
  
આ કાર્યક્રમ નિહાળવા માટે શાળાના બાળકો, કોલેજના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં આવી પહોચ્યા હતા અને એક ખગોળીય ઘટના નિહાળી રોમાંચિત થયા હતા.તખ્તેશ્વર મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહીત વડીલો પણ આ ઘટના નિહાળવા આવ્યા હતા અને વિવિધ પ્રકારે સૂર્યગ્રહણ નિહાળ્યું હતું, સાથે સાથે યુવકો પોતાના કેમરામાં આ ઘટના કંડારવા માં મશગુલ પણ જોવા મળ્યા હતા.

આજની યુવા પેઢીએ આ ઘટના ને માત્ર એક ખગોળીય ઘટના ગણાવી હતી અને જે જૂની માન્યતાઓ છે તે માન્યતાઓને અને અંધશ્રદ્ધાથી દુર રહેવાની વાત કરી હતી, તેમજ કેટલાક યુવક યુવતીઓએ જે લોકો અંધશ્રદ્ધા માં માનતા હોય તે ભલે માને પણ આમે તેમાં માનતા નથી તેમ જણાવી આ સૂર્યગ્રહણ નીલાવાનો લ્હાવો લીધો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો