BREAKING

મહુવાના કતપર વિસ્તારમાં કલેક્ટર ના આદેશ થી બચાવ કામગીરી તેજ

સરકારી તંત્ર અને કેપી એનર્જી આફતગ્રસ્ત લોકો ની મદદે.


ભાવનગર

ભાવનગર મહુવા ના કતપર અને કુંડળ ઠસિયા ગામ માં ભારે વરસાદ થી પ્રભાવિત લોકો ને આજે 16 જુલાઇ ના અંદાજે 1000ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા. રાતે પણ 1400 લોકો માટે ફૂડપેકેટ ની વ્યવસ્થા કરવા માં આવી હતી.

 આ ફૂડ પેકેટ ની કેપી એનર્જી દ્વારા વ્યવસ્થા કરાય હતી. સાથો સાથ વહેલી સવાર 3વાગ્યા થી આ ગ્રામ્ય વિસ્તારોમાં માં લોકો ની બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં 10 જેસીબી, 8 ટ્રેકટરો, 2 ટ્રક જેવા કેપી એનર્જી કમ્પની ના વાહનો અને સ્ટાફને પણ કામે લગાડ્યા હતા. લોકો ને સલામત જગ્યા એ ફેરવ્યા હતા.

કલેક્ટર  હર્ષદ પટેલ ના આદેશ થી ડે. કલેકટર, મામલતદાર, ટીડીઓ, સરપંચ, તલાટી સહિત વહીવટી તંત્ર  એ પણ રાતભર જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો