નિલેશ આહિર.ઉમરાળા
ભાવનગર જિલ્લાના ઉમરાળામાં આજરોજ સરકારના 14માં નાણાપંચની ગ્રાંટના અનુસંધાનમાં તાલુકા પંચાયત ઉમરાળા ખાતે ટી.ડી.ઓ.અધ્યક્ષતામાં મીટીંગ યોજાયેલ, ઉમરાળા તાલુકાના 43 ગામના સરપંચ અને તલાટીકમ મંત્રીને ફરજીયાત હાજર રહેવા ટી.ડી.ઓ.દ્વારા જણાવ્યું હતું.ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં સરકારની ગ્રાન્ટનો ઉપયોગ સહુથી ઓછો વપરાશ કેમ થાય છે તેવું ટી.ડી.ઓ.દ્વારા જણાવાયેલ .સરકારની ગ્રાન્ટ વાપરવામાં ઉમરાળા તાલુકાના સરપંચો ને કેમ કોઈ રસ નથી કે શું,ભાવનગર જિલ્લાની અંદર ઉમરાળા તાલુકો ગ્રાન્ટ વાપરવામાં કેમ સહુથી પાછળ છે તેવું ટી.ડી.ઓ.દ્વારા જણાવ્યું ,ટી.ડી.ઓ. દ્વારા જણાવાયેલ કે જે કોઈ ગ્રામ પંચાયત ની અંદર ગ્રાન્ટ જમા પડી છે તેનો વિકાસના કામોમાં જલ્દી ઉપયોગ કરી નાખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો