રાજુલા
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૭૨ દિવસ થી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા અને ખાલી જમીનો માથી ગામના લોકો ને રોજીરોટી માટે જમીન ભાડાપટ્ટે ફાળવવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે ગામજનો ને ઘર થી દુર બહાર પેટીયું રળવા ના જવું પડે અને સ્થાનિક સ્તરે રોજગારી મળે તે માટે ચાલતું આંદોલન સરકાર ગણકારતી પણ નથી ગામ લોકો દ્રઢ મનોબળ સાથે સરકાર પાસે આશા રાખીને ન્યાય માટે ઝઝુમી રહ્યા છે જ્યારે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ગ્રામજનોને આશાનું કિરણ બંધાયું હતું પરંતુ તંત્ર દ્વારા ફક્ત નાના માણસોના ઝીંગા ફાર્મ જ દૂર કરાયા જ્યારે આજ સુધી રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ બિનકાયદેસર ઝીંગા ઉછેર કેન્દ્રો બેરોકટોક રીતે ચલાવી રહ્યા છે અને તંત્રનાં અધિકારીઓ તેમને છાવરી રહ્યા હોઇ એમ દબાણ ખુલ્લું કરવા થી દુર ભાંગી રહ્યાં છે, તંત્ર થી ઘોર નિરાશ આંદોલનકારીઓ દ્વારા એમ જણાવાયું હતુ દિવસનાં અંતે આંદોલનકારી અશોકભાઈ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા અજયભાઈ શિયાળ મુકેશભાઈ કામ્બડ રણછોડભાઈ બાંભણિયા મધુભાઈ સાંખટ ભાવેશભાઈ ગુજરીયા સંતોષભાઈ ગુજરીયા આતુભાઇ ભાલિયા સહિત ના લોકો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો