મહુવા બ્યુરો.
મહુવામાં કતપર અને અજીબાજુના ગામોમાં ખાનગી કંપની દ્વારા પવનચક્કી નાખવાની કામગીરી શરૂ છે જેને લઈને લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જો કે વરસાદી તારાજીમાં જ્યારે મદદ માટે કોઈ પહોંચ્યું ના હતું ત્યારે આ કંપનીનો સ્ટાફ શરૂ વરસાદમાં આ લોકોની મદદે પહોંચી ગયો હતો અને એક પરિવારની માફક લોકોની વ્હારે આવ્યા હતા,
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ભારે વરસાદ ની તારાજી માં કાંઠા વિસ્તાર કતપર, કુંડળ ઠસીયા, ખરેડ ના લોકો હેરાન થતા હતા અને તંત્ર જ્યાં પહોચી શકે તેવી પરિસ્થિતિ ન હતી ત્યારે તે વિસ્તરમાં કેપી એનર્જી નો સ્ટાફ જ 48 કલાક બચાવ કામગીરી માં હતો. કે પી ઇનર્જી દ્વારા 12 જેસીબી, 10 ટ્રક, 10 ટ્રેક્ટર, મદદ માટે કામે લગાવ્યા હતા અને વરસાદી પાણી વધી તારાજી સર્જે તે પહેલાં કામે લાગ્યું હતું, તેમજ 3 દિવસ માં 4000 ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
જો કે વરસાદ ની આફત ઓછી થતા જ કહેવાતા નેતાઓ કે જે વરસાદી હોનારતમાં ક્યાંક ગુમ થઈ ગયા હતા તે ફરી આવી અને આજે રેલી જેવા કાર્યક્રમો યોજી ફરી પવનચક્કી સામે આંદોલન શરૂ કરાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો