તસ્વીર સૌજન્ય.મથુર ચૌહાણ.બોરડા
તળાજા
બ્રેકીંગ
ભાવનગરના મહુવાના બોરડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી તારાજી બાદ હજુ જનજીવન થાળે નથી પડ્યું ત્યાં પીજીવીસીએલ દ્વારા મસમોટો કાફલો લઈને ચેકીંગ માટે આવતા ગામલોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, હજુ વરસાદી તારાજી બાદ ખેતી ની લાઈટ ચાલુ પણ કરવામાં આવી નથી, ગામ માં પણ લોકો ત્રણ ચાર દિવસ લાઈટ વિના રહ્યા હતા ત્યારે કોઈ આટલો મોટો કાફલો લઈને કેમ ના આવ્યા? હજુ ખેતીની લાઈટ બંધ છે તે ચાલુ કરવા તમારી પાસે માણસો નથી ને લોકોને ચેકીંગ ના નામે 20 25 ગાડીઓ લાઈને દોડ્યા આવો છે......આવા વેધક સવાલો નો મારો ગામલોકો દ્વારા કરવામાં આવ્યો હતો, પીજીવીસીએલના ચેકીંગ ની જાણ થતાં સ્થાનિક નેતાઓ પણ દોડી આવ્યા હતા....જોકે ગામલોકો ના આક્રોશ સામે આખરે પીજીવીસીએલના અધિકારીઓ જવાબ નહિ આપી શકતા રોષનો ભોગ બનવું કરતા ત્યાંથી નીકળી જવું ઉછીત માની ત્યાંથી ચેકીંગ ના કાફલા સાથે રવાના થઈ ગયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો