BREAKING

ભાવનગર:શહેરના સીદસર વિસ્તારમાં ભર ઉનાળે વારંવાર વીજળી ગુલ થઈ જતા લોકોમાં રોષ

ભાવનગર

ભાવનગર શહેરમાં નવા ભળેલા એવા સીદસર અને સીદસર રોડ પર આવેલા 20 કરતા વધુ સોસાયટીમાં વારંવાર વીજળી ગુલ થઈ જવાની ફરિયાદો ઉઠી છે, ભર ઉનાળે બપોરના કાળા તડકાના સમયે જ વિજળી ગુલ થઈ જતા લોકો ગરમીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે આ અંગે વરતેજ ના ફોલ્ટ સેન્ટર પર જ્યારે સમ્પર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હમેશની માફક ફોન માં બીજી ટોન આવી રહ્યો હતો, આ અંગે પણ લોકોમાં ફરિયાદો ઉઠેલ કે જ્યારે લાઈટ ગુલ થઈ જાય છે ત્યારે જવાબ ન દેવા પડે તે માટે ફોનનું રીસીવર નીચે મૂકી દેવામાં આવે છે. ત્યારે હવે લોકો તેમની ફરિયાદો કરે તો ક્યાં કરે.....જો કે કલાકો બાદ પણ વીજપુરવઠો રેગ્યુલર થતો ન હોય લોકોની પરેશાની સાથે સાથે લોકોના કામધંધા અટવાઈ રહ્યા છે. આન અંગે આ વિસ્તારના લોકો દ્વારા પીજીવીસીએલમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, આંદોલનો કર્યા છે તેમ છતાં પણ આ સમસ્યાનું પીજીવીસીએલના કર્મચારીઓ કોઈ કાયમી ઉકેલ લાવી શક્ય નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો