BREAKING

20 કરોડના હીરાની લૂંટ મામલે તમામ શકમંદોની તપાસ હાથ ધરાઈ

સૌજન્ય.અરવિંદ રાઠોડ સુરત

સુરતના કતારગામ વિસ્તારમાં સનસનીખેજ થયેલી ૨૦ કરોડાનોની હીરાની લૂંટ મામલે સુરત ક્રાઈમબ્રાન્ચે ગ્લો સ્ટાર ડાયમંડના કંપનીના બંને કર્મચારી સહિત ડ્રાયવરની કોલ ડિટેલ્સની તપાસ હાથ ધરી છે. કર્મચારીઓ પર ઘટના દરમિયાન અને ઘટના પહેલા કઈ-કઈ વ્યક્તિઓનાં ફોન આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો સૂત્રોની માહિતી મુજબ હીરા સેફ ડિપોઝીટમાં મુકવામાં આવે છે તે કેટલા કર્મચારીઓને જાણ હતી તે અંગે પણ પોલીસ કર્મચારીઓની પુછપરછ કરી શકે છે. કરોડોના હીરા સેફ વોલ્ટમાં મુકવા જતા કોઈ સિક્યોરિટી અથવા ગનમેન પણ કર્મચારીઓ જોડે ન હતો. ત્યારે કંપનીની પણ બેદરકારી સામે આવી છે.

સમગ્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસમાં ગતિ આવી છે. એટીએસ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે. સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો.

તેમણે કહ્યુ કે ટૂંક સમયમાં લૂંટનો ભેદ ઉકેલાશે. ભરચક વિસ્તાર ગણાતા કતારગામ માં સાંજના સમય દરમ્યાન કરોડાનોની હીરાની લુંટ ની ઘટના બનતા પોલીસની પેટ્રોલિંગ પણ ફક્ત કાગળ પૂરતી જોવા મળી છે. સુરતના ઇતિહાસમાં હીરાની આ  સૌથી મોટી લૂંટ ગણવામાં આવી રહી છે ત્યારે લૂંટના ગુનાનો ભેદ ઉકેલવો સુરત પોલીસ માટે પણ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહી છે. હીરા લૂંટમાં ગુજરાત એટીએસ પણ તપાસમાં લાગી છેે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો