સૌજન્ય.અશોક મકવાણા.તળાજા
ભાવનગર ના તળાજા તાલુકા ખાતે મહુવા ચાર રસ્તા પર કોંગ્રેસીઓએ રોડ પર ઉતરી આવી વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. રાજુલા કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર ના સમર્થન માં આ ચક્કાજામ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર ને ગઈકાલે વિધાનસભા ના વિવાદી બનાવ બાદ 3 વર્ષ માટે વિધાનસભા ગૃહ માંથી સસ્પેન્ડ કરતા ભાવનગર ખાતે પણ તેના પડઘા પડ્યા હતા. કારણ કે ભાવનગર જિલ્લા માં ચાલુ ટર્મ માં એક માત્ર તળાજા બેઠક કોંગ્રેસ પાસે છે. એટલે આ બેઠક વિસ્તારમાં કોંગ્રેસી ધારાસભ્ય ના સમર્થન માં ચક્કાજામ કરાયો હતો. જોકે બનાવ સ્થળે પોલીસે પહોંચી જઈ પુનઃ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. સ્થિત ને શાંત પાડી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો