BREAKING

સુરતના ઓલપાડ માં દેવું વધી જતાં પિતાએ બે માસૂમ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું


સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત

        સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા માસમા ગામે નવી વસાહતમાં રહેતા યોગેશ દલપત પટેલ હજીરા ખાતે એનટીસીપી કંપનીમાં ફરજ બજાવે છે. યોગેશ પટેલને બે સંતાનોનો પિતા છે. યોગેશ ગત રોજ બપોરે તેના પુત્રો સાથે જહાંગીરપુરા ખાતે સરોલી બ્રિજ નીચે બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

       રહસ્યમય સંજોગોમાં બંને પુત્રોને ઘરેથી લઈ બ્રિજ નીચે પહોંચેલા યોગેશે બંને પુત્રોમે ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધા હતી. ઝેર પીધા બાદ ત્રણેય લાંબા સમય સુધી સ્થળ પર જ બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા. આખરે એક રાહદારીની નજર પડતા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પિતા યોગેશની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો