સૌજન્ય-અરવિંદ રાઠોડ સુરત
સુરતપોલીસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે અનાથ આશ્રમ પાસે બુધવારે રાત્રે સાડા સાત વાગ્યે ગ્લોસ્ટાર ડાયમંડનો કર્મચારી સેફ લોકરમાં હીરા મુકવા આવ્યો ત્યારે 6 બદમાશો રૂ.20 કરોડના 2200 કેરેટના સોલીટેર ડાયમંડ ભરેલી બેગ ઝૂંટવી ફરાર થયા છે. લૂંટારૂએ ભાગતી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ છે. સીસીટીવી માં ત્રણ લૂંટારૂ ભાગતા દેખાય છે.
કતારગામની ગ્લો સ્ટાર ડાયમંડ કંપનીમાં મેન્યુફેકચરિંગમાં નોકરી કરતા વિજય મોહન મૈવાણી રૂ. 20 કરોડના સોલીટેર ડાયમંડ ભરેલી બેગ લઈને કારમાં નીકળ્યા હતા. કારમાં ડ્રાઈવર સહિત ત્રણ જણા સાથે હતા.કતારગામ અનાથ આશ્રમ રોડ પર સેફ લોકર આવેલું છે. રસ્તામાં ટ્રાફિક જામ થતા તેઓ કારમાંથી ઉતરી જઈને પગપાળા જતા હતા. સેફ લોકરથી 25 મીટરના અંતરે હતાને અચાનક 6 જેટલા લૂંટારૂઓએ આવીને હીરા ભરેલી બેગ કર્મચારીના હાથમાં ઝુંટવી લીધી. ભાગતી વેળા લૂંટારૂઓએ કાર પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો