BREAKING

રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન દ્વારા યોજાયો સન્માન સમારોહ

ભાવનગર બ્યુરો.

નિઃસહાય વડીલો માટે કાર્યરત ઓમસેવા ધામ સંસ્થા ને સન્માનિત કરી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી : વિવિધ સેવાકીય કાર્ય બદલ અન્ય ત્રણ મહાનુભાવો ના પણ સન્માન

આજે તા.11માર્ચ રવિવાર ના રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્તમ સેવા પ્રદાન કરનાર સેવાકીય સંસ્થા અને મહાનુભાવો નો સન્માન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં નિઃસહાય વડીલો માટે સેવા કાર્ય કરતી ઓમસેવા ધામ સંસ્થાની પ્રવૃત્તિ ને બિરદાવી સન્માનિત કરાય હતી. સંસ્થાના પ્રમુખ વિજય કંડોલિયા એ સન્માન સ્વીકારી આ પ્રવૃત્તિ ને સહયોગ મળે અને દરેક વડીલો ને માનભેર જીવન મળે તેવી આશા વ્યક્ત કરી હતી.ભાવનગર નો આભાર વ્યક્ત કર્યો હતો.

રોટરી ક્લબ દ્વારા આજે આ એક માત્ર સંસ્થા ને વોકેશનલ એવોર્ડ અપાયો હતો. જ્યારે અન્ય મહાનુભાવો ની વ્યક્તિગત સેવા ને ધ્યાને લઇ સન્માનિત કરાયા હતા. જેમાં મહિલા આરોગ્ય અને સેવા માટે ડો. અન્નપૂર્ણા બેન ઓઝા,વિશ્વપ્રવાસી તરીકે કિરણભાઈ ઓઝા તથા સેવા અને આરોગ્ય માટે ડો. કે એ ગાબાણી ને વોકેશનલ અવોર્ડ થી સન્માનિત કરાયા હતા.

સન્માન સમારોહ સાથે અનંત રસિક લલિત કલા ફાઉન્ડેશન   ના સૌજન્ય થી ફાગણ વદ ફોરમ પ્રસ્તુતિ માં કવિતા ના કેસુડો અને ગઝલ ના ગુલાલ સાથે સંવેદના ની સોડમ પ્રસરી ગઈ હતી.

આ જો તારું હૃદય ટેબલ પર પડ્યું હજુ મારા થી વંચાણું નથી, દોસ્ત દિલ તારું પેટી પેક છે, શ્વાસ લેવા એક પણ કાણું નથી. 

અને તરસ થી જયાં વૃક્ષ નું મરણ થયું તું, નગરપાલિકા ત્યાં બગીચો કરે છે. જેવી રચનાઓ એ શ્રોતાઓ ની દાદ મેળવી હતી.

કવિ અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, સ્નેહી પરમાર, હર્ષા દેસાઈ, ડો. ફિરદૌસ દેખૈયા, તેજસ દવે,ડો નિમિત્ત ઓઝા, હિમલ પંડ્યા,ભાવિન ગોપાણી એ ભાવનગરીઓ ને ડોલાવ્યા હતા.

રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન ના પ્રોજેકટ ચેરેમેન હરેશ ભટ્ટ, પ્રેસિડેન્ટ આશિષ વ્યાસ, સેક્રેટરી ધનંજય શાહ સહિત ના હોદેદારો એ કાર્યક્રમ ને દિપાવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો