સૌજન્ય-અરવિંદ રાઠોડ.સુરત
સુરતઃ-
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક આવેલી આદર્શ સોસાયટીમાં નવી બંધાતી બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટી પડતાં ચાર લોકો દબાયાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાસ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડ એકનું રેસ્ક્યુ કર્યું હતું. અને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
સુરત માટે બુધવારો ગોઝારો સાબિત થયો હોય તેમ ધીરજ સન્સ મોલની છત તૂટ્યા બાદ સાંજના સમયે સેન્ટ ઝેવિયર્સ પાસે આવેલીગલીમાં આદર્શ સોસાયટીમાં નવી બંધાતી બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટી પડતાં ચારેક જેટલા શ્રમિકો દટાયાની આશંકાથી અફડાતફડી મચી ગઈ હતી. અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જેથીફાયરબ્રિગેડ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કામગીરી શરૂ કરી હતી.જેમાં કાટમાળ નીચેથી એકને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય દબાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો