BREAKING

વિદેશ મંત્રાલય તથા ભારતીય ડાક વિભાગનાસહયોગથી ભાવનગર માં પાસપોર્ટ કચેરીનો પ્રારંભ.


સૌજન્ય.રાહુલ મકવાણા.ભાવનગર

 ભાવનગર;

ગુરૂવાર; આજે તા. ૨૨ ફેબ્રુ.ના રોજ વિદેશ મંત્રાલય તથા ભારતીય ડાક વિભાગના સહ્યોગથી હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર ખાતે પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો સાંસદ ડો. ભારતીબેન શિયાળના હસ્તે શુભારંભ કરાયો  હતો. 

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્ર સરકારમાં રજુઆત કરાતી હતી અને આજે તેના ફળ સ્વરૂપે ભાવનગરને પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર મળવાથી લોકોને પાસપોર્ટ મેળવવાની સુવિધા ભાવનગર ખાતે થી જ મળશે. 

રીજીઓનલ પાસપોર્ટ ઓફીસર શ્રીમતી નિલમ રાનીએ જણાવ્યું હતું કે પાસપોર્ટ દરેક માણસ પાસે હોવો જરૂરી છે તેમણે દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિથી જ વહિવટ ઝડપી બનવાની વાત ને દોહરાવી હતી 

        આ કાર્યક્રમમાં, ડેપ્યુટી પાસપોર્ટ ઓફીસર શ્રીમતી સોનિયા યાદવ, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓક, મેયર શ્રીમતી નિમુબેન,મ્યુ. કમિશ્નરશ્રી મનોજ કોઠારી, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેનશ્રી ગીરીશભાઈ શાહ,પોસ્ટ વિભાગના અધિકારીઓ, મ. ન. પા. ના સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી, શાસક પક્ષના નેતા,વિવિધ સમિતિના ચેરમેનો,શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓના હોદ્દેદારો, પ્રતિષ્ઠીત નાગરિકો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો