સુરતઃ (અરવિંદ રાઠોડ)
રામપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલના શિક્ષક દ્વારા સ્ટુડન્ટને માર મારવાની ઘટના સામે આવી છે. શિક્ષક દ્વારા માર મરાતાં આ સ્ટુડન્ટની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
રામપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટને શિક્ષકો દ્વારા છેલ્લા ઘણા સમયથી હેરાન કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે તેણે જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા રોષ રાખીને તેને માર મારવામાં આવ્યો હતો. જેથી તબિયત લથડતાં પરિવાર તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો. શિક્ષક દ્વારા માર મારવાના કારણે સ્ટુડન્ટના ખભાના ભાગે લાલ નીશાન પડી ગયાં હતાં. સારવાર માટે આવેલા સ્ટુડન્ટની તબિબોએ સારવાર શરૂ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો