BREAKING

શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સ પર આઈટી સર્ચ


સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત

શહેરમાં એકાદ વર્ષ અગાઉ શો રૂમ શરૂ કરનાર શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સ પર આઈટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આઈટીના અધિકારીઓએ દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવતાં અન્ય જવેલર્સમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

       શાહ વીરચંદ ગોવનજી જ્વેલરીનો શો રૂમ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલો છે. જ્યાં આઈટીના અધિકારીઓ તપાસ શરૂ કરી છે. આ સાથે જ શાહ વીરચંદ ગોવનજીના વાપી, વલસાડ સહિતના શો રૂમમાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં ચાર જેટલા અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. ત્યારે આ વખતે આઈટીના અધિકારીઓએ એસઆરપીના કાફલાના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી.

      દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ જેવા શહેરોમાં બ્રાન્ડેડ ગણાતા શાહ વીરચંદ ગોવનજીએ એકાદ વર્ષ અગાઉ સુરત શહેરમાં પોતાના નવા શો રૂમની શરૂઆત કરી હતી. ત્રણ પેઢીથી દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલા શાહ પરિવારે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં શરૂ કરેલા દાગીનાના શો રૂમનું ઉદઘાટન કરવા માટે બોલીવુડની ચુલબુલી એક્ટ્રેસ દિયા મર્ઝા આવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો