સૌજન્ય.અરવિંદ રાઠોડ.સૂરત
સુરત.
લગ્ન પ્રસંગ માં શુટિંગ ઉતારનાર કેમેરામેન નો કેમેરાની ચાલુ બાઈક પર લુટ કરનાર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે બે બાળ કિશોર સહિત ત્રણ આરોપીને પકડાયેલ છે તેમની પાસે થીચોરી કરેલા ત્રણ તકેમરા સહીત ૩.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો છે લુટ કરેલા કેમરા બાદમાં ભાડે થી આપતા હતા.
હાલ માં લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે ત્યારે ચાલુ લગ્ન કેમેરાની લુટ થવાના બે કાપોદદ્રા અને અમરોલી વિસ્તારમાં બન્યા હતા ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચ ની ટીમ ના માણસો શૈલેશ રાધે બિહારી અને મનોજ પાટીલને બાતમી મળી હતી લુટ ના ગુના ને અંજામ આપનાર ટોળકી કાપોદ્રા ના સહજાનંદ સોસાયટીના એક મકાન માં છે જેની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમેં બે બાળ કિશોર સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ પકડાયેલ આરોપીની પૂછ પરછ કરતા આરોપીઓએ ચાલુ લગ્ન પ્રસંગ માં કેમેરામેનનો કેમેરો ચાલુ બાઈક પર આચકી લઈને પલાયન થઇ હતા બાદમાં લુટ કરેલ કેમરા અન્યના લગ્ન પ્રસંગમા ભાડેથી આપતા હોવાનું કબુલાત પકડાયેલ આરોપીઓ કરી હતી હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી લુટ કરેલ ત્રણ મોંધાદાટ કેમેરા અને ગુન્હા વપરાયેલ મોપેડ બાઈક સહીત કુલ ૩.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો છે
પકડાયેલ આરોપીમાં બે બાળ કિશોર છે જયારે અન્ય એક આરોપી ગોપાલ ઉર્ફે ગોપી રમેશ બહિ દાબસરા ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે કાપોદ્રા અને અમરોલી વિસ્તારમાં ચાલુ લગ્ન પ્રસંગે કેમેરાની થયેલી લુટ નો ભેદ ઉકેલી કાઢ્યો છે .જોકે આ પકડાયેલ આરોપીઓ બેકાર હોવાથી તેઓ પહેલા કેમેરાની લુટ કરતા હતા અને બાદમાં પૈસા કમાવવા માટે લુટ કરેલ કેમેરા ને ભાડેથી આપતા હતા .હાલ તો ક્રાઈમ બ્રાંચ પોલીસે પકડાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે આગાઉ અન્ય કોઈ લૂટના ગુનાને અંજામ આપ્યો છે કે નહી તેમજ અન્ય કોની કોની સંડોવણી છે તે દિશામાં તપસ આદરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો