સૌજન્ય.વિશાલ સાગઠિયા
જેસર
જેસર તાલુકાના શેરડીવદર ગામે થી બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ આજે રહસ્ય7 સંજોગોમાં પાલીતાણા તાલુકાના વિઝાનાનેસ ગામે સિમ વિસ્તારમાં આવેલ એક કુવા માંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે.
જેસર તાલુકાના શેરડીવદર ગામે બે દિવસ પહેલા ગુમ થયેલ 35 વર્ષીય ભગુભાઈ હમલુભાઈ નામના યુવક બે દિવસ પહેલા ગમ થયા હતા જે યુવક ની લાશ આજે પાલીતાણા તાલુકાના વિઝાનાનેસ ગામે સીમમાં આવેલ કુવા માંથી મળી આવી હતી,વિઝાનાનેસ ગામે કોઈ વ્યક્તિની લાશ કૂવામાં પડી હોય જે અંગે ગામલોકો દ્વારા પોલીસ ને જાણ કરતા પોલીસ, મામલતદાર તેમજ ફાયર ના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયરના જવાનો દ્વારા લાશ ને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી, લાશ અતિ કોહવાયેલી હાલતમાં હોય બહાર કાઢવામાં આવી હતી, લાશ ની ઓળખ કરતા આ લાશ બે દિવસ પહેલા જેસરના શેરદીવદર ગામના ગુમ થયેલ ભગુભાઈ ગોહિલ ની હોવાનું જાણવા મળ્યું હતું. આ લાશને પોલીસે પીએમ માટે મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો