BREAKING

ભાવનગર શહેરની છેવાડાની સોસાયટીમાં એમ.આર.પી કરતા વધુ ભાવ લેવાતા હોવાની લોકોની રાવ.

ભાવનગર

ભાવનગર શહેરની સીદસર રોડ પરની સોસાયટીઓમાં કારીયાણાના વેપારીઓ ખુલ્લેઆમ એમ.આર.પી કરતા 20 ટકા વધુ ભાવો લઈને ગ્રાહકોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે. દૂધ , છાસ જેવી વસ્તુમાં એમ.આર.પી 10 લખી હોય તો 12  રૂપિયા વસુલવામાં આવે છે.ક્યાંક ફ્રીઝિંગ ચાર્જ ના નામે તો અન્ય બ્રાન્ડેડ વસ્તુઓમાં જીએસટી ના નામે લોકોને છેતરી રહ્યા છે.લુઝ વસ્તુમાં તો કેટલો ભાવ લેવો તેજ નક્કી નથી. આમ એક બાજુ મોંઘવારી નો માર તો બીજી બાજુ કારીયાણા ના વેપારીઓ ને માર...ત્યારે ખુલ્લેઆમ આ રીતે ઉઘાડી લૂંટ કારીયાણા ના વેપારીઓ ચલાવી રહયા છે તેમ છતાં તંત્ર કેમ મૌન છે.શુ લોકોની રાતદિવાસ કાળી મજૂરી કરીને  કમાયેલી મૂડી આમ જ આવા લોકો લૂંટતા રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો