સૌજન્ય.સલીમ બરફવાળા.
ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાનું આજે મતદાન યોજાયું હતું. સિહોર નગરપાલિકા ના ૯ વોર્ડમાં કુલ ૧૨૧ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. સૌ ઉમેદવાર મતદારોને રીઝવવા વિસ્તારોમાં દોડી રહ્યા છે. આ વર્ષે વોર્ડના ફેરવાયેલા નવા વિસ્તારોના કારણે મતદારોને પોતાના બુથો ગોતવા માટે ભારે મુશ્કેલીઓ ઉભી થઇ હતી જેને લઈને અમુક બુથ મથકો ઉપર મતદારોએ હોબાળો પણ મચાવ્યો હતો. હાલ બપોર સુધીનું મતદાન ટકા થયું હતું ખાસ તો આજે શરૂ દિવસ અને લગ્ન ગાળાના કારણે અમુક વિસ્તારોમાં મતદાનમાં નીરસતા તો ક્યાંક મત આપવા માટે ભીડ જોવા મળી રહી છે લખાઈ છે ત્યારે બપોરના ૧૨ કલાક સુધીમાં ત્રીશ ટકા જેવું મતદાન હાલ નોંધાઈ ચૂક્યું છે ત્યારે હાલ તમામ જગ્યાઓ પર ડે કલેકટર, પરેજીયા,મામલતદાર આંબલીયા, વલભીલુર પીએસઆઇ રિઝવી, સિહોર પીઆઇ ખાંમભીયા સહિતના સ્ટાફ સાથે શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો