ભાવનગર બ્યુરો.
આજથી ભાવનગર જિલ્લા તલાટી કમ મિત્ર મંડળ દ્વારા સ્વ. સી ડી જાડેજા આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ 2018 નો ભાવનગર રેલ્વે સ્ટેડિયમ ખાતે પ્રારંભ થયો છે. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત ના પ્રમુખ સંજયસિંહ સરવૈયા અને ભાવનગર તાલુકા વિકાસ અધિકારી, જાડેજા પરિવાર ના ઋતુરાજસિંહ જાડેજા સહિત ના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રનર્સ અપ ને સ્વ. સી ડી જાડેજા ના નામ ની ટ્રોફી આપવામાં આવશે.
તલાટી મંત્રી થી કારકિર્દી ચાલુ કરી અને છેલ્લે તળાજાના સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થનાર સ્વ.સી ડી જાડેજા ની યાદ માં આ ટુર્નામેન્ટ રમાય રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો