તસ્વીર સૌજન્ય-રઘુવીર મકવાણા.બોટાદ
બોટાદ બ્યુરો
બોટાદમાં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા આ મામલે બોટાદ ના એસપીએ ખુદ સ્થળ પર જઈ પેસેન્જર ને મુશ્કેલી ના પડે તે રીતે અંગત રસ લઈ કામગીરી કરતા લોકોએ બિરદાવ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગત જોઈએ આજે સાંજના સાવરકુંડલા ફતેપુરની એસ ટી.બસ, બોટાદ થી બરવાળા તરફ જહતી હતી ત્યારે સારંગપુર રોડ પર આવારા તત્વો દ્વારા બસ પર પથરમારો કરી બસના કાચ તોડી નાખતા આ અંગે એસટી બસના દ્રાઈવર કંડકટર દ્વારા પોલીસને જાણ કરતા બોટાદના એસપી સજ્જનસિંહ પરમાર ખુદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સ્થળ પર જઈ અને પેસેન્જર ને મુશ્કેલી ના પડે તે રીતે બસના દ્રાઈવર કંડકટરને તાકીદે રવાના કરી અને પોલીસને આ ઘટના અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો