તસ્વીર સૌજન્ય-અજય બુધેલીયા
ભાવનગર બ્યુરો.
ભાવનગર નજીક અધેલાઈ પાસે આજે વધુ એક ગમખ્વાર સર્જાયો હતો.ખાનગી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છ લોકો ના ઘટના સ્થળે મોત નીપજ્ય હતા જયારે ૧૦ જેટલા લોકો ને નાની મોટી ઈજા થવા પામી હતી.નેપ્થોલ ભરેલા ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત ના પગલે રોડ પર નેપ્થોલ ઢોળાઈ જતા ફાયર વિભાગ ત્યાં દોડી ગયું હતું જયારે વિવિધ વિસ્તારોની ૧૦૮ એમ્બ્યુલન્સ ની ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી અને ઘવાયેલા ને સારવાર માં ખસેડ્યા હતા.આ અકસ્માત ના પગલે રોડ બ્લોક થઇ જતા રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ભાવનગર-અમદાવાદ હાઇવે આજે વધુ એક વાર ગોઝારો બન્યો હતો.ફોર ટ્રેક ની માંગ વર્ષોથી છે પરંતુ તે હજુ કામ પૂર્ણ ના થયું હોય આ માર્ગ પર અવારનવાર યમરાજ નો પડાવ જોવા મળે છે .ગત રાત્રીના ૧૨ વાગ્યા ની આસપાસ આ માર્ગ ફરી ગોજારો બન્યો હતો .જેમાં કોડીનાર થી સુરત તરફ જઈ રહેલી મીના ટ્રાવેલ્સ ની સ્લીપર બસ ને અધેલાઈ નજીક એક નેપ્થોલ ભરેલા ટેન્કર સાથે ટક્કર થઇ હતી.આ ટક્કર એટલી ભયાનક હતી કે ટેન્કર માં સવાર ત્રણ લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જયારે બસ બાળકો અને મહિલાઓની ચીચીયારીથી ગુંજી ઉઠી હતી.બસમાં સવાર ૧૦ જેટલા લોકો ઘાયલ થયા હતા તેમજ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાતા નેપ્થોલ ભરેલું ટેન્કર રોડ પર પલટી મારી ગયું હતું જયારે બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી.આ બનાવ ના પગલે તાકીદે ભાવનગર પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો તેમજ રસ્તા પર નેપ્થોલ ઢોળાતા આગ ના ફાટી નીકળે તે માટે ભાવનગર અને નિરમા કંપની ના ફાયર ફાયટર ત્યાં દોડી ગયા હતા.જયારે અનેક વિસ્તારોની ૧૦૮ પણ ત્યાં પહોચી હતી અને ઘાયલો ને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયારે આ અકસ્માત માં મૃત્યુ પામનાર પૈકી એક ની લાશને પણ ભાવનગર ખસેડવામાં આવી હતી જયારે ટેન્કર માં સવાર ત્રણ લોકો ના મૃતદેહ ફસાઈ જતા તેને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ બનાવ પગલે લોકોના મોટા ટોળા ત્યાં જમા થઇ ગયા હતા તેમજ રોડ ની બંને સાઈડ ટ્રાફિક જામ થઇ જતા વાહનો ની લાંબી કતારો સર્જાય હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો