BREAKING

ભાવનગર માજી સૈનિક સંગઠન દ્વારા "માં તુજે સલામ" કાર્યક્રમ યોજાયો.







ભાવનગર બ્યુરો.
તા.૩૧-૧૦-૨૦૧૭
ભાવનગર માજી સૈનિક સંગઠન દ્વારા આજે વીર શહીદોના પરિવાજનોનું સન્માન, માજી સૈનિકોના સંતાનોને પ્રોત્સાહન સહિતના કાર્યક્રમોનું માં તુજે સલામ ના શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ જામનગર થી કર્નલ આર.મોગમ, ભાવનગર કલેકટર, ભાવનગર મ્યુનીસીપલ કમિશ્નર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જીલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા માં તુજે સલામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં માજી સૈનિકોના પરિવારો, માજી સૈનિકોના વિધવાઓ, આશ્રીતો અને શહિદોનાં પરિવારનું સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર હર્ષદ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર તથા જામનગર થી પધારેલ કર્નલ આરમોગમ, સહિતના આર્મીના ઉચ્ચ અધિકારીઓ તથા સૈનિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લના વીર શહીદોના પરિવારજનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સીનીયરસિટીજન માજી સૈનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાથે રાષ્ટ્રભક્તિના ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમાંમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વીવીપેટ મશીનોનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો