તસ્વીર સૌજન્ય-ભારત દોમડીયા
વ્યક્તિ વિકસે,
વિસરે પણ તે વતન ને ક્યારે ના વિસરે, વતનની વાટે અને વિકાસની વાતે વતનપ્રેમી હમેશા તત્પર હોય છે, અને આ વિચારધારા ધરાવતા વતનપ્રેમી દ્વારા પાલીતાણા તાલુકાના દુધાળા
ગામે વડીલ વંદના સમારોહ યોજવામાં આવ્યો જેમાં અમદાવાદ જગ્ગનાથજીમંદિરના મહંત
દિલીપદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાલીતાણાના દુધાળા ગામના વતનપ્રેમી પરિવાર કે જેવો
ધંધાર્થે બહારગામ રહેતા હોય છે પરંતુ વતન ને તેઓ હમેશા યાદ રાખી રહ્યા છે એવા
ઝાલાવાડિયા પરિવાર દ્વરા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હત. જે વડીલોએ પોતાના
બાળકો કુટુંબ માટે પોતાની અંગત જીવન ની ચિંતા કર્યા વિના રાતદિવસ મહેનત કરી
બાળકોને પરિવારને સુખ આપ્યું છે તેવા સીનીયર સીટીઝન વડીલોનું સન્માન માટે વડીલ
વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે ગારીયાધાર રોડ પર આવેલ દુધાળા ગામના
પ્રવેશ પર બનાવેલ ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું .દિવસ દરમિયાન
યજ્ઞ,સંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સાંજે વડીલ વંદના કાર્યક્રમ
રાખવામાં આવ્યો હતો જેમાં આશીર્વચન પાઠવવા અમદાવાદ જગ્ગનાથજી મંદિરના મહંત દિલીપદાસજી
મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા .તેમજ આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટી નરેશ
પટેલ ગમના વતની એવા સુરતના હીરા ઉદ્યોગના આગ્રાણીઓ, બિલ્ડરો તેમજ અમદાવાદ ના ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો, અને અધિકારીઓ ખાસ હાજરી રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો