ભાવનગર
જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલના
જણાવાયા અનુસાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ના કામે ચૂંટણી પંચની સુચનાનુસાર
ઉમેદવારો દ્વારા કરવામા આવતો ખર્ચ સંદર્ભે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કલેકટર કચેરી,
ભાવનગર ખાતે ખર્ચ મોનીટરીંગ સેલ કાર્યરત કરવામા આવેલ છે. સદરહુ ખર્ચ મોનીટરીંગ સેલ
૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે. ખર્ચ મોનીટરીંગ સેલનો ટોલ ફ્રી નં.
૧૮૦૦-૨૩૩-૦૨૭૮ છે. આ નંબર ઉપર આચાર સંહિતાને લગતી ફરીયાદ, ઉમેદવારો દ્વારા કરવામાં
આવતી ચૂંટણી ખર્ચ સંબંધી ફરીયાદ કે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ને લગતી કોઈપણ
પ્રકારની માહિતી મેળવવા માટે ભાવનગરની જનતાને આ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં
આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો