કરવામાં આવ્યું હતું.આ ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલનમાં ભાજપ ના દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા.ચુંટણી પૂર્વે નું આ સંમેલન એક શક્તિ પ્રદર્શન સમાન જોવા મળ્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો જોડાયા હતા.
ભાવનગર માં રવિવારે સાંજે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણી દ્વારા ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અનેક ભાજપ ના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સંતો પણ હાજર રહ્યા હતા અને તેમના આશિર્વાદ સાથે કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો.જેમાં ઉપસ્થિત નેતાઓએ ભાજપ સરકાર ના વિકાસ ના કામો ને લોકો સમક્ષ મુક્યા હતા તેમજ કોંગ્રેસ ને પરાસ્ત કરી આગામી વિધાનસભા ચુંટણીમાં ૧૫૦ પ્લસ સાથે જીત મેળવીશું તેવી આશા વ્યક્ત કરી હતી.સાથે સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણી એ કહ્યું કે અહી જનમેદની ઉમટી પડી છે તે સ્વયભું છે અને જે ભાજપના ભવ્ય વિજય ની ખાત્રી આપી રહી છે .અને કહ્યું હતું કે ભાજપ પક્ષ ચુંટણી ના મેદાનમાં છે જેમાં કોઈ વ્યક્તિ પક્ષથી ઉપર નથી.વિજય વ્યક્તિનો નહિ પણ પક્ષ નો થશે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો