BREAKING

ભાવનગર પશ્ચિમ બેઠક પર કપરા ચઢાણ વચ્ચે જીતું વાઘાણી રીપીટ

ભાવનગર પશ્ચિમ બેઠક આમ જોઈએ તો વર્ષો સુધી કોંગ્રેસ નો ગઢ રહેલ છે. પરંતુ નરેન્દ્ર મોદીના પ્રવાહમાં સમગ્ર ગુજરાતની જેમ આ બેઠક પણ વચ્ચેની એક ટર્મ ને બાદ કરતા છેલ્લા ૨૦ વર્ષ થી ભાજપનો ઉમદેવાર જીતી રહ્યો છે. 

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક કે જે બેઠક પર કોઈ ચોક્કસ જ્ઞાતિના સમીકરણો ફીટ બેસતા ન હોવાના કારણે પરંતુ આ બેઠક પર ૧૯75થી ૧૯૯૫ સુધી કોંગ્રેસના ઉમેદવાર જીતતા હતા પરંતુ તેમના આ વિજય રથને ભાજપના સુનીલ ઓઝાએ ૧૯૯૮ અને ૨૦૦૨ ની ચૂટણી એમ બે વખત અટકાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ ભાજપ દ્વારા તે વખતના યુવા મોર્ચાના અને આત્યારના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી ને તેમની જગ્યાએ ટીકીટ આપવામાં આવતા તેઓ ફરી એકવાર પરાસ્ત થયા હતા અને તેમની જગ્યાએ શક્તિસિંહ ગોહિલ જીત્ય હતા, આમ આ બેઠક પર મતદારોનો મુડ દેરક વખતે અલગ-અલગ જ જોવા મળે છે.ત્યારે હવે આ ચૂટણીમાં મતદારોનો મત કોના તરફ ઝુકશે તે જોવાનું રહ્યું.
ભાવનગર પશ્ચિમ ની બેઠક કે જે ૨૦૦૭ ની ચુંટણી સુધી દક્ષીણ બેઠક તરીકે ઓળખાતી હતી જે ૨૦૧૨ થયેલ નવા સીમાંકન બાદ આ બેઠક ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક તરીકે ઓળખાઈ, આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી પરંતુ ગત ચૂટણીમાં ભાજપના જીતું વાઘાણી કોંગ્રેસના ઉમેદવારને સારી એવી લીડ થી પરાજિત કરી વિજેતા બન્યા હતા, પરંતુ આ સમયે સમગ્ર ગુજરાતની જેમાં આ બેઠક પણ ભાજપ કદાચ ગુમાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.કોંગ્રેસના શક્તિસિંહગોહિલ ફરી એકવાર આ બેઠક પરથી ચુંટણી લડવાના છે તેવા સમચારો વહેતા થયા હોવાથી તેમજ સમગ્ર ગુજરાતમાં જે રીતે ભાજપ વિરોધી માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ જ્યારે ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપ દ્વારા જીતું વાઘાણીના નામ ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હાલની પરિસ્થિતિ ની વાત કરીએ તો આ વિસ્તારમાં જીતું વાઘાણી દ્વારા કોઈ ખાસ વિકાસના કામો કરવામાં આવ્યા નથી, પ્રદેશ પ્રમુખ બન્યા બાદ લોકો સાથે તેમનો સંપર્ક તુટ્યો હોય તેમ લાગે છે, ઉપરાંત અ વિસ્તારમાં પાટીદાર અને ક્ષત્રીય સમાજના મતોનું પ્રભુત્વ છે ત્યારે પાટીદાર ઈફેક્ટ તેમને આ ચૂટણીમાં અસર કરી શકે તેમ છે. સાથે જ કારડીયા રાજપૂત સમાજ નો મુદ્દો પણ હાલ ટોપઓફ થી ટાઉન છે, રહી વાત ક્ષત્રીય સમાજની તો આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ચુંટણીલડવાના છે તેવી વાતો બહાર આવી રહી છે.આ સમગ્ર સમીકરણો ને ધ્યાનમાં લઈએ તો જીતું વાઘાણી ને આ વખતે ભાવનગર પશ્ચિમ બેઠક પર કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે અને ભાજપમાં અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખ ના હારવા નો ચીલચીલો કદાચ યથાવત રહે તો નવાઈ ની વાત નહિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો