BREAKING

ભાવનગર ની સર ટી હોસ્પિટલમાં વધુ એક બ્રેન ડેડ વ્યક્તિના અંગો નું દાન.



દુર્વિજયસિહ ઉર્ફે પપ્પુભાઈ ભરતસિંહ રાજપુત, ઉ.વ ૩૫. હાલમાં ગામ ધોળા, તા- ઉમરાળા, તથા મૂળ ગામ-કોઠી, તા- ચાંદનપૂર, જી- ઈટાવા, ઉત્તર પ્રદેશના રહેવાસી જેઓ ધોળા ગામે કલર કામ કરતા હતા. તેઓ તા. ૧૫/૧૧/૨૦૧૭ ના રોજ સાંજે ૦૬:૩૦ કલાકે ઉમરાળા ગામ નજીક ટુ-વ્હિલર(બાઇક) લઇને જતા હતા. સામેથી આવતા માલવાહક ટેમ્પો સાથે અથડાતા તેઓને માથે ગંભીર રીતે ઇજા થઇ હતી. તેઓને તાત્કાલિક સારવાર અર્થે અત્રેની સર. તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મગજનો સી.ટી સ્કેન કરાવતાં તેઓને મગજમાં અત્યંત ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ હતુ. ત્યારબાદ તેઓની બચવાની કોઇ શકયતા ન લાગતી હતી. તેઓને તા. ૧૬/૧૧/૨૦૧૭ ના રોજ રાત્રે ૧૧:૦૦ કલાકે, સર. તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતેની તબીબો ની ટીમ, ડો. વિકાસ સિંહા (અધિક્ષક શ્રી), ડો. સમીર શાહ (એચ.ઓ.ડી- સર્જરી), તથા ડો. રાજેન્દ્ર કાબરીયા(ન્યુરોસર્જન) દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમમદાવાદ ની ગવર્નમેન્ટ કીડની હોસ્પિટલ ના તબીબો ની ટીમ દ્વારા તથા દર્દીના નજીક ના સગા સંબંધીઓ ની સંમતિ થી દર્દીની બન્ને કીડની, લીવર, પેનક્રિયાસ(સ્વાદુપિંડ), તથા બન્ને આંખો નુ દાન આપેલ છે, જેનાથી અન્ય કુલ છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો