અમરેલી બ્યુરો.
ગાઈકાલ ડી રાત્રીના અમરેલી નજીક આવેલ ગાવડકા ગામની સીમમાં એક ખેતરમાં પાણી વાળવાનું કામ કરતી એક પરપ્રાંતીય મહિલાનું રહસ્યમય સંજોગમાં મોત નિપજતા આ મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે પરિવારજનો નો આક્ષેપ છે કવ ટ્વિનું દીપડાએ ઇજા પહોંચાડી મોત નિપજવ્યું છે , ડોકટર્સ દ્વારા આ મૃતદેહનું નિરીક્ષણ કરતા આ મહિલાનું મોત દીપડાના હમલાનાં કારણે થયાનો ઈનકાર કર્યો હતો. જો દીપડો અથવા કોઈ વન્ય પ્રાણીએ હમલો કર્યો હોય તો શરીરમાં બટકા ભરવા અથવા તો નખ મારવાના મોટા નિશાન હોય તે નિશા જોવા ન મળતા પ્રાથમિક દ્રષ્ટિએ આ મહિલાનું મોત કોઈ અન્ય કારણથી થયાનું અને તે અંગે પોષ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકશો.
આ બનાવમાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી નજીક આવેલ ગાવડકા ગામની સીમમાં ખેતમજુરી કામ કરતી મુળ મધ્યપ્રદેશના વતની અને ગાવડકા ગામની સિમમાં રહેતી આયકુબેન અમથાભાઈ નામની 20 વર્ષિય મહિલા ગઈકાલે મોડી રાત્રીના સમયે ખેતરમાં પાણી વાળવાનું કામ કરી રહી હતી ત્યારે અચાનક જ એક દીપડાએ તેણી ઉપર હમલો કરી દેતાં તેણીને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. દીપડાના હમલાથી આ મહિલાનું મોત થયાનું મૃતક મહિલાના પરિવારજનોએ જણાવતા હોસ્પિટલ સતાવાળા તથા પોલીસ વિભાગે આ બનાવ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતોઅને મૃતદેહની પ્રાથમિક તપાસ કરતા આ મૃતક મહિલાનું મોત દીપડા જેવા વન્ય પ્રાણીથી થયાનો ઈનકાર કર્યો હતો.જો કે, આ બનાવમાં મહિલાના પોષ્ટમોર્ટમ બાદ જ આ મહિલાના મોત અંગેનું સાચું કારણ બહાર આવી શકશે અને આ બનાવનાં પગલે અમરેલી વિભાગીય પોલીસ વડા અને સીટી પીઆઈ તથા વન વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. જયારે બનાવ સ્થળે પણ વન વિભાગના પોલીસ વિભાગની ટીમ પહોંચી દીપડા અથવા તો અન્ય કોઈ વન્ય પ્રાણીના પગલા કે સગડ મેળવવાનો પણ પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે આ બનાવનાં પગલે અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો