ભાવનગર જિલ્લા ના ગારીયાધારના પરવડી ગામે ગાઈકાલ સાંજના સમયે રસોઈ બનાવતી વેળાએ ગેસનો બાટલો ફાટતા માતા અનવ પુત્રીના મોત નિપજ્યા હતા.
બનાવની વિગત જોઈએ તો ગારીયાધારના પરવડી ગામે ગાઈકાલ સાંજના ચેનતભાઈ ચાવડાના પત્ની ક્રિષ્નાબેન રસોઈ બનાવતા હતા તે સમયે અચાનક ગેસ સિલિન્ડર માં આગ લાગતા ક્રિષ્નાબેન ગંભીર રીતે દાજી ગયા હતા તે જ સમયે અચાનક આગ સાથે ગેસના સિલિન્ડર માં બ્લાસ્ટ થયો અને ક્રિષ્નાબેન ની સાથે રહેલ તેની દીકરી પણ ગંભીર દાજી જતા બન્ને ના ઘટના સ્થાળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટના થઈ સમગ્ર પરવડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો