BREAKING

મહુવાના તરેડ ગામેથી ઝડપાયેલ બન્ને શિકારીના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા.




તસ્વીર સૌજન્ય-પ્રહલાદસિંહ રાઠોડ
મહુવા

૧૪-સપ્ટેમ્બર-૧૭

મહુવા વનવિભાગની ટીમ દ્વારા ગઈકાલે બે શિકારીને ઝડપી પાડ્યા હતા, મહુવાના તરેડી ગામની સીમ માંથી આ શિકારીને દેશી જામગરી બંદુક અને કાળીયારના મૃતદેહ સાથે ઝડપી લઈ વન અધિનિયમ-૧૯૭૨  મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેને આજે  કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે, રિમાન્ડ દરમિયાન વધુ કેટલા શિકાર કર્યા છે તે અંગે ના ખુલાસા થશે.


મહુવાના તરેડી ગામની સીમમાં અમુક શિકારીઓ કાળીયારના શિકાર કઈ રહ્યા છે તેવી ખાનગી રાહે મહુવા વનવિભાગને બાતમી મળતા ભાવનગરના ડીસીએફ ડો.મોહનરામની સુચના અને માર્ગદર્શન હેઠળ રાઉન ફોરેસ્ટર તળાજા એસ.જે વાંદા, રાઉન્ડ ફોરેસ્ટર મહુવા જીતેન્દ્ર ભેડા તેમજ રાઉન્ડ ફોરેસ્ટર પીપરલા ગઢવી તેમજ ફોરેસ્ટ ગાર્ડ સહિતની ટીમે તરેડી ગામની સીમમાં વોચ ગોઠવતા કાળીયારનો શિકાર કરનાર બોડા ગામનો સદામ કાળુભાઈ કાતીયાર તેમજ તાલાળા તાલુકાના પાનીકોઠા ગામનો સુલતાન રહેમતુલ્લા ને ઝડપી પાડ્યા હતા, તેઓ પાસેથી દેશી જામગરી બંદુક તેમજ કાળીયાર નો મૃતદેહ કબજે કરી વન અધિનિયમ-૧૯૭૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આ બન્ને ઇસમો ને આજે મહુવા કોર્ટમાં રજુ કરતા કોર્ટે આ બન્ને ના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જો કે રિમાન્ડ દરમિયાન તેને ક્યાં ક્યાં અને કેટલા શિકાર કાર્ય છે તે અંગે વધુ ખુલાસા થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો