BREAKING

મોજશોખ માટે બાઈક ચોરીના રવાડે ચડેલ યુવકો લોકઅપ હવાલે.




ભાવનગર
૧૫ સપ્ટેમ્બર-૧૭

મોજશોખના રવાડે છડેલા બે યુવાનોએ એક સ્કુટર કંપનીના શોરૂમના મેનેજર સાથે સાંઠગાંઠ કરીને આધાર પુરાવા વિના નવા સ્કુટરને શોરૂમ માંથી ઉઠાવીને બારોબાર વેચી નાખવાની પેરવી કરી અને પૈસા કમાવાનો કીમિયો કરતા હતા ત્યાં જ પોલીસે આ યુવકોને છ નવાનકોર વાહન સાથે ઝડપી લઈ ને લોકઅપ ની હવા ખાતા કરી દીધા છે.

આજકાલ ની યુવા પેઢી પોતાના મોજશોખ પુરા કરવા માટે ચોરી ના રવાડે ચડે છે પરંતુ તેમાંથી પૈસા કમાવાના બદલે લોકઅપમાં હવા ખાવાનો વારો ચોક્કસ આવે છે. ભાવનગર એસઓજી પોલીસે શુભાષનગર વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈને નીકળેલા અંકુર લાલાભાઈ આલગોતર નામના સખ્સને ઝડપી લઈને તેની ઉલટ તપાસ કરતા આ તપાસમાં અંકુર પોલીસ સામે પડી ભાંગ્યો હતો અને તેને આ મોટરસાયકલ વિઠ્ઠલવાડીમાં આવેલ એક સ્કુટર શોરૂમ માંથી મેનેજર સાથે સાંઠગાંઠ રચી ને સ્કુટર બારોબાર લીધું હોવાનું જણાવ્યું હતું, પોલીસે આ કેસમાં અન્ય એક સખ્સ વસીમ દસાડીયાને પણ ઝડપી લીધો હતો. આ બન્ને સખ્સો સાથે મળીને શોરૂમ ના મેનેજર ઉત્તમ પાસેથી આધાર પુરાવા વિનાના છ સ્કુટરો ઉઠાવી લીધા હોવાનું કબુલ્યું હતું. આ તમામ સ્કૂટરની કીમત બે લાખ એશી હજાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે છડેલા આ સખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં લોકઅપની હવા ખાઈ ચુક્યા છે. લવરમુછીયા જેવા આ બન્ને યુવકો રાતોરાત પૈસાદાર થવાના સપના જોતા હતા પરંતુ પોલીસે આ બન્ને સખ્સો પોતાનો ચોરીનો કીમિયો પાર પાડે તે પહેલા જ ઝડપી લીધા છે.

બાઈક ચોરીમાં પકડાયેલા આ બે યુવકો પૈકીનો અંકુર આલગોતર આગાઉ ભાવનગરમાં દુકાનોમાં તોડફોડ કરવી તેમજ ધાકધમકી અને લુખ્ખાગીરી કરવાના કેસમાં પણ ઝડપાઈ ચુક્યો છે ત્યારે પોલીસ હવે આ કેસમાં આ સખ્સો સામે કેવી સખ્તાઈ થી પગલા ભરે છે તે જોવાનું રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો