બોટાદ બ્યુરો
તા.૧૫-૯-૨૦૧૭
બોટાદ પ્રાંત અધિકારીશ્ની એક
અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની
વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ત્રીજા તબક્કાનો ‘‘સેવા સેતુ’’
કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત ગઢડા તાલુકાના ખોપાળા પ્રાથમિક
શાળા તેમજ બોટાદ તાલુકાના તાજપર પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૬/૯/૨૦૧૭ ના રોજ બોટાદ
પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ત્રીજા તબક્કાનો ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ સવારના
૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી યોજાનાર છે.
ગઢડા તાલુકાના ખોપાળા ગામ ખાતે યોજાનાર આ
સેવા સેતુ કાર્યક્રમમાં ખોપાળા, અડતાળા, લાખણકા, પીપળ, તતાણા, ચભાડીયા, ઈશ્વરીયા, નિંગાળા, શિયાનગર તેમજ નાના ઝીંઝાવદર તથા બોટાદ તાલુકાના તાજપર ગામ
ખાતે તાજપર, સરવઈ, ભાંભણ, પાટી, મોટા ઝીંઝાવદર, કેરીયા
– ૧, નાગલપર, સાલૈયા, રાજપરા
તેમજ જોટીંગણા ગામના લોકો પોતાના પ્રશ્નો – રજુઆતો સ્થળ ઉપર રજુ કરી શકશે.
આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતી અરજીઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર
કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા
અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી તથા કાર્ડ ઈસ્યુ કરવા, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ
વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી
લાભો માટેની અરજીઓ, વરિષ્ડ નાગરિક્તા
પ્રમાણપત્ર, દિવ્યાંગતા
પ્રમાણપત્ર, સ્કોલરશીપ
યોજનાના લાભો, વિધવા સહાય
અને નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ બાબતે રજુઆત
કરી શકાશે.
આ ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમમાં જે લોકો તેમની ઉક્ત બાબતની રજુઆત
કરવા ઈચ્છતા હોય તેમણે નિયત દિને નિર્ધારીત સ્થળે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો