BREAKING

તેર વર્ષથી નાસ્તો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપીને ભાવનગર એસઓજી એ ઝડપી પાડ્યો.



છેલ્લા તેર વર્ષથી આશરે એક ડઝન જેટલા લુંટ, ધાડ, ચોરી, આર્મ્સ એકટ વિગેરે ગંભીર ગુન્હામાં ભાવનગર, અમદાવાદ શહેર તથા ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ખેડા, અમરેલી, પુર્વ કચ્છ, વિગેરે જીલ્લામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી ભાવનગર એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો.

    ભાવનગર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એચ.એ.જાડેજાની બાતમી આધારે તથા ટેકનીકલ સોર્સની મદદથી વોન્ટેડ આરોપી મુબારકભાઇ ઉર્ફે મુબલો ઉર્ફે ગુલાબ કાળુભાઇ ડફેર ઉ.વ.૪૦ રહે. મુળ ધારૂકા ગામ તા.ઉમરાળા જી. ભાવનગર હાલ-ઇસ્માલપુરા ગામ, તા.શંખેશ્વર જી.પાટણ વાળાને પાટણ જીલ્લાના સમી ખાતે પકડી પાડેલ જે નીચે મુજબના ગુન્હાઓમાં છેલ્લા તેર વર્ષથી વોન્ટેડ છે 
    આ આરોપી એક ડઝન ગુન્હાઓ ઉપરાંત ગુજરાત રાજયના અનેક પોલીસ સ્ટેશના ગુન્હાઓમાં વોન્ટેડ હોવાની શકયતા હોય જે બાબતે વધુ તપાસ ચાલુ છે. આ આરોપી તેના સાગરીતો સાથે મળી રાત્રીની ઘરફોડ ચોરીઓ, હાઇવે ઉપર લુંટો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે તેમજ ઉપરોકત ગુન્હાઓ કર્યા બાદ પોલીસ પકડથી બચવા માટે પાટણ જીલ્લાના ઇસ્લામપુરા ગામે ગુલાબ કાળુભાઇ ડફેરના નામથી છેલ્લા ૧૦ વર્ષથી રહેતો હતો    મજકુર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો