ભાવનગર
25 સપ્ટેમ્બર17
કલાનગરી ભાવનગર માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી માં આગામી દિવસોમાં ૨૭ મો યુવક મહોત્સવ યોજાવાનો છે અને તેની તમામ જવાબદારી મારે નીમવામાં આવેલ સંયોજક ડો.વિપુલ પુરોહિત દ્વારા પરિપત્ર બહાર પાડી અને યુવક મહોત્સવ દરમિયાન ડીસીપ્લીનમાં નહિ રહેનાર વિદ્યાર્થીઓ સામે પગલા લેવામાં આવશે, તેમના આ પરિપત્ર થી વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને એન.એસ.યુ.આઈ દ્વારા આ સંયોજક ને હટાવી નવા સયોજ્કની નિમણુક કરવા માટે અનેકવાર રજુઆતો છતાં કોઈ નિર્ણય નહિ થતા આજે એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, યુનિવર્સીટીના વીસી સામે સુત્રોચ્ચાર કરી અને વીસીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ વીસીની કારનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યું હતું, કારનો ઘેરાવ કરતા જ એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, અંતે વીસી દ્વારા તેમને આ અંગે કમિટી બોલાવી ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો