ભાવનગર
૨૬ સપ્ટેમ્બર-૧૭
હાલ ચુંટણીના પડઘમ ને લઈને દરેક
રાજકીય પક્ષ સક્રિય થઈ ગયા છે અને પોતપોતાના ટાર્ગેટ મુજબ બેઠકો મેળવવા માટે પર્યાસો
હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે આજે ભાજપ દ્વારા ભાવનગર મહાનગર બૃહદ કારોબારી બેઠક
યોજવામાં આવી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પડઘમો વાગી રહ્યા છે અને રાજકીય પક્ષોદ્વારા સત્તા હાંસલ કરવા માટે તમામ સ્તરેથી પ્રયાસો હાથ
ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગરમાં આજે ભાજપ દ્વારા ભાવનગર મહાનગર બૃહદ
કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ સનત મોદી
તેમજ મેયર નિમુબેન બામભણી સહિતના ભાજપના આગ્રાણીઓ હાજર રહ્યા હતા, આ બેઠકમાં કાર્યકર્તાઓને ચૂંટણીમાં ભાજપ કઈ રીતે વિજયી બની શકે
તે માટેની રણનીતિ સમજાવવામાં આવી હતી, આ બેઠકમાંમાં ભાવનગર મનપાના 13 વોર્ડના કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સામે
સામનો કરી ને કાર્યકરો ને સજ્જ થવાની પણ ભાજપના આગ્રાણીઓએ હાકલ કરી હતી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો