સૌજન્ય-અરવિંદ રાઠોડ
છેલ્લા
૨૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપી અને વિજયમાં સહભાગી બનતો પ્રજાપતિ સમાજ હાલ
મૌજુદા સરકારથી ભારે નારાજ છે .માટીકામ કલાકારીગરી બોર્ડ કે જેને સરકાર કોઈ ખાસ
મહત્વ ના આપી ને પ્રજાપતિ સમાજને અન્યાય કરી રહ્યો છે.જેને લઈને રાજકીય ક્ષેત્રે જાગૃત
બનેલો પ્રજાપતિ સમાજ હવે ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિયાન ના સહારે સરકારને ચીમકી
આપી રહ્યો છે .
હાલની
રાજ્ય સરકાર પાસે વિવિધ સમાજના લોકો તેમના સમાજના લોકો ને ટીકીટ મળે તે માટે
માંગણી અને ચીમકીઓ આપી રહ્યા છે .પ્રજાપતિ સમાજ દ્વારા પણ આગામી ચુંટણી માં ૨૦થી
વધુ તેમના સમાજના લોકોને ટીકીટ ની માંગ કરી રહ્યો છે.તેમજ સમાજ ના લોકો કે જે
માટીકામ સાથે સંકળાયેલા છે તેમને પણ સરકાર દ્વારા સહકાર મળે તેવી માંગ કરી રહ્યો
છે .જેના ભાગરૂપે આજે ભાવનગરમાં કુંભારવાડા–સમાજની વાડી ખાતે જીલ્લાકકક્ષાના
લોકોની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.દિનેશ પ્રજાપતિ ની અધ્યક્ષતા માં
યોજાયેલા આ કાર્યક્રમમાં જીલ્લાભરમાંથી સમાજના લોકો હાજર રહ્યા હતા.જેમાં
કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહેમાનો નું
સ્વાગત કરવામાં આવ્યું હતું.સમાજના લોકોએ તેમને થતા અન્યાય બાબતે સમાજ ને સાવચેત
કર્યો હતો તેમજ આગામી સમયમાં આવનારી ચુંટણીમાં સમાજ ના લોકોને સ્થાન મળે અને
માટીકામ સાથે સંકળાયેલા સમાજના મોટા ભાગના લોકો જે જેમને માટીકામ કલાકારીગરી બોર્ડ
દ્વારા પુરતી સહાય નથી આપવામાં આવતી.જેને લઈને સરકારને ઢંઢોળવા માં આવશે.તેમ છતાં
જો સરકાર ની આંખ નહિ ખુલે તો ગાંધીનગર ખાતે વિધાનસભાની સામે પ્રજાપતિ સમાજના લોકો
માટીના વાસણો બનાવી વિરોધ કરશે.તેમજ જો સત્તાધારી ભાજપ સરકાર પ્રજાપતિ સમાજની
અવગણના કરશે તો ભાજપ વિરોધી મતદાન તેમજ અન્ય પક્ષોમાં ભળી જવાની ચીમકી પણ આપી છે .




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો