BREAKING

પાલીતાણામાં બાબા અમરનાથના સાક્ષાત દર્શનનો લ્હાવો લેતા ભક્તો.






તસ્વીર સૌજન્ય-અરવિંદ રાઠોડ

પાલીતાણા બ્યુરો રિપોર્ટ
તા.૧૨ ઓગસ્ટ-૧૭

હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી શકે તે માટે પાલિતાણા ખાતે અમરનાથની ગુફાની આબેહુબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. વિહિપ–બજરંગદળ દ્વારા આ ઊભું કરાયેલું અમરનાથ યાત્રાધામ જોઈ ને લોકો અમરનાથની ગુફા માં હોય તેવો અનુભવ કરી રહ્યા છે અને અમરનાથ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ભોલે બાબા ને રીઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ, તેમાય હિંદુ ધર્મમાં બાબા અમરનાથ ના દર્શન કરવા તે એક મોટો લ્હાવો છે. ભાવનગરના પાલીતાણામાં જન્માષ્ટમીના દિવસે અતિ ભવ્ય ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરવર્ષે ભક્તિભાવ સાથે નીકળે છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળનાર છે ત્યારે તેના પૂર્વ દિવસોમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેના ભાગ સ્વરૂપ આ વર્ષે પણ લોકોને ભગવાન અમરનાથના દર્શન નો લહાવો મળી રહે તે માટે ખાસ અમરનાથની પ્રતિકૃતિ સમાન અમરનાથની ગુફા બનાવવામાં આવી છે.જેમાં અમરનાથ ગુફાની અને હિમાચ્છાદિત પર્વતોની આબેહુબ પ્રતિકૃતિ કરવામાં આવી છે, અને જ્યાં બાબા અમરનાથ બિરાજમાન છે, અમરનાથ માં જેમ બરફના પર્વતોમાં બરફની ચાદર પર પસાર થઈને બાબાના દર્શન કરવા જવું પડે છે તેવીજ રીતે આહી બનાવેલ બરફની ગુફામાં બાબાના દર્શન કરવા જવું પડે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ઉપરાંત આ અમરનાથ ની ગુફા માં બરફ ના શિવલિંગ ના દર્શન કરી ને લોકો અમરનાથ માં હોય અને સાક્ષાત બાબા અમરનાથના દર્શન કરી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

પાલિતાણા ખાતે તૈયાર કરવામાં આવેલી અમરનાથ ની ગુફા ખુબજ સરસ રીતે તૈયાર કરવામાં આવી છે.તેમજ આજુબાજુ માં કરવામાં આવેલા રોશની અને લાઇટિંગ ફુવારા સહિત ના દ્રશ્યો ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. અહી રોજના હજારો લોકો આ અમરનાથ ના દર્શન માટે આવી રહ્યા છે અને અમરનાથ માં હોય તેવો અનુભવ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જ્યારે આ અમરનાથ ની ગુફા બનાવવા માટે ખાસ મહેનત કરનાર લોકો ને બિરદાવી રહ્યા છે.

પાલિતાણામાં પરંપરાગત રીતે શ્રાવણ માસ ની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે કઈક અલગ દર્શન માટે નું આયોજન વિહિપ અને બજરંગદળ ના લોકો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ અમરનાથ ની ગુફા એ ભારે આકર્ષણ જમાવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો