પાલીતાણા બ્યુરો રિપોર્ટ
પવિત્ર શ્રાવણ માસની આઠમ એટલે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, સમગ્ર દેશ આ દિવસે ભક્તિના રંગે રંગાઈ જશે ત્યારે પાલીતાણા ના દુધાળા ગામે આ વર્ષે પ્રથમ વખત કાનના ના વધામણાં કરવા ભક્તિભાવ સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે.દુધાળા ગામે ગજાનંદ ગ્રુપ દ્વારા આ વર્ષે પ્રથમ વખત કાના ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ગજાનન ગ્રુપ દ્વારા ગામ લોકોના સહકાર તેમજ ભાથીજી માનવ સેવા ટ્રસ્ટ, દુધાળા ગ્રામ પંચાયતના સહકારથી જન્માષ્ટમી ના દિવસે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં બાઇક , કાર ટ્રેક્ટર સહિતના વિવિધ ફ્લોટ્સ જોડાશે તેમજ શોભાયાત્રા બાદ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.
પાલિતાણા ના દુધાળા ગામે ગજાનંદ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી થશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો