BREAKING

વલ્લભીપુર ના મોણપર ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

જુવો વિડિઓ...........
સૌજન્ય.હેમંત ડાભી.વલ્લભીપુર

વલ્લભીપુર તાલુકાના મોણપર ગામનો યુવક બે તળાવમાં નાહવા ગયેલ જ્યાં ડૂબી જતા મોત નીપજ્યું હતું જેનો મૃતદેહ આજે તળાવ માંથી મળી આવ્યો હતો.

વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે દાનાભાઈ વાલજીભાઈ ચુડાસમા નામનો 30 વર્ષીય યુવક ગાઇકાલે તળાવમાં નાહવા ગયેલ હોય જ્યા તે અકસ્માતે ડૂબી ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા તેઓ દ્વારા યુવક ની શોધખોળ કરતા આજે આ યુવક નો મૃતદેહ ગામના તળાવ માંથી મળી આવ્યો હતો. યુવકના મૃત્યુ થી પરિવારજનો પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો