સૌજન્ય.સમીર બેલીમ.જેસર
વાડીઓમાં ઇલે.શોક મુકવો ગેરકાયદેસર હોવા છતાં પણ ખેડૂતો તેમના ખેતર ફરતે પાક ને પશુઓથી બચાવવા ઇલે.શોક મૂકતાં હોય છે અને તેનો ભોગ નોર્દોષ લોકો બની રહ્યા છે.
હજુ થોડા દિવસો પહેલા જ મહુવામાં વાડીમાં મુકેલ ઇલે.શોકના કારણે એક માસુમ બાળકનો ભોગ લીધો હતો જ્યારે જેસરમાં વધુ એક ઘટના બની છે. જેસર તાલુકાના કોટામોઇ ગામના ભગવાનભાઈ કરશનભાઇ વ્યાસ ગઈકાલ સાંજના સમયે તેમની વાડીએ દવાનો છંટકાવ કરવા ગયેલ અને ત્યાંથી પરત ફરતી વેળાએ બાજુમાં આવેલ નાનુભાઈ પરષોત્તમભાઈ પટેલ ની વાડીમાં તાર ફેનશીંગ માં મુકેલ ઇલે.શોક લાગતા તેને તાકીદે 108 મારફતે જેસર ખસેડવામાં આવેલ જ્યા સારવાર દરમીયા તેનું મોત નીપજ્યું હતું, આ અંગે પોલીસ અનવ વનવિભાગ ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો