ભાવનગરમાં આજે કેન્દ્રિય મંત્રી સહિતના એ સ્વચ્છતા આભિયન કર્યું હતું , ખુબ જ સારી બાબત કહેવાય કે ખુદ કેન્દ્રીય મંત્રી હાથમાં સાવરણો લઈને સફાઈ કરી અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવે પરંતુ ખરેખર જ્યાં સફાઈ ની જરૂર છે તેવા વિસ્તારમાં સફાઈ અભિયાન કરે તો લોકો પણ જોડાઈ પરંતુ માત્ર ઉપરના આદેશને અનુસરવા માટે ફોટો સેશન માટે સફાઈ કરવી કેટલી વ્યાજબી છે.
દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નયા ભારત મંથન ના માધ્યમથી
“સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ દ્વારા દેશ માં નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ
વધે, દેશના દરેક શહેર ગામડા સ્વચ્છ બને અંને દેશની આતંકવાદ, ગરીબી ગંદકી જેવી
સમસ્યાઓ સામે લડત કરે અને તે માટે સંકલ્પ કરે તે માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો
થઈ રહ્યા છે, મોદી ના આદેશને લઈને ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદસભ્યો અને
આગેવાનો માત્ર ને માત્ર ઉપરથી આવેલા આદેશને અનુસરવા અને ફોટો સેશન કરવા માટે
સ્વચ્છતા અભિયાન કરતા હોય તેવો ડોળ કરી રહ્યા છે, આમાંથી ભાવનગરના મત્રીઓ કે
આગેવાનો પણ બાકાત નથી અને તેમના દ્વારા પણ આવો જ એક ફોટો સેશન નો કાર્યક્રમ
ભાવનગરના રૂપમ ચોક વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો.
જ્યાં એક બાજુ રાજ્યભરમાં સવાઈ ફ્લુએ માજા મૂકી છે,
તંત્ર દ્વારા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવી જગ્યા પણ ન જવા જુંબેશ ચલવાઈ
રહી છે ત્યારે બીજી બાજુ ભાજપના જ મત્રીઓ દ્વારા લોકોના ટોળા એકઠા કરી અને
સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે, આજે ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,
રાજ્ય કક્ષાના મંત્રી જશભાઈ બારડ તેમજ ભાવનગરના ધારસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગરના
મેયર સહિતના ભાજપના આગેવાનો દ્વારા જ્યાં પહેલેથી જ સ્વચ્છતા છે તેવા રૂપમ ચોક
વિસ્તારમાં હાથમાં ઝાડું લઈને સફાઈ કરી હતી, જ્યારે
મહિલા કાર્યકર્તાઓ તો એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હતા કે રોડ પર પડેલ એક પ્લાસ્ટિક
ની થેલી સાફ કરવા માટે પડાપડી કરી રહ્યા હતા, ત્યારે અ બધું જોઇને ભાવનગરની જનતા કહી રહી છે કે ખરેખર સફાઈ કરવી જ હોય તો જ્યાં જરૂર છે ત્યાં સફાઈ કરો..


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો