BREAKING

પાલીતાણાના રાણપરડા ગામના આધેડ નું સ્વાઈન ફ્લુના કારણે મોત.


પાલીતાણા

ભાવનગર જીલ્લામાં સ્વાઈનફ્લુ નો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા આત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક ૮ થયો છે.
ભાવનગરના બજરંગદાસબાપા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ પાલીતાણા તાલુકાના ના રાણપરડા ખારા ગામના ૪૫ વર્ષીય આધેડનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આ આધેડના મોત બાદ હવે પાલીતાણા ના રાણપરડા ખારા ગામમાં ભયનો માહો જોવા મળ્યો છે જો કે આરોગ્ય વિભાગ દ્વારા હજુ કોઈ પણ અધિકારી આ ગામની મુલાકાતે ગયું નથી ત્યારે લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પીથલપુર ના એક આધેડ નું મોત સ્વાઈન ફ્લુના કારણે નીપજ્યું હતું જેથી પાલીતાણા તાલુકામાં મૃત્યુઆંક બે થયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો