BREAKING

કલાકારોના સર્વાંગી વિકાસ માટે ક્લાવૃંદ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે.



વિપુલ બારડ તેમજ રાહુલ મકવાણા-સુરત બ્યુરો ઓફીસ

ક્લાવૃદ સંસ્થા દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે.

આગામી સમયમાં કલાવૃંદ સંસ્થા દ્વારા નાના મોટા કલાકારો ના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજવાના હોય જેને લઈને તા.૨૫ જુલાઈના રોજ કતારગામ ખાતે એક મીટીંગ યોજાઈ ગઈ.

આપનું ગુજરાત  અને તેમાય ખાસ કરીને સુરત શહેર માનવ ઉત્થાનની પ્રવૃતિમાં સદાય આગ્રેસર રહ્યું છે ત્યારે તેમાય વધુ એક યશકલગી નો ઉમેરો થઈ રહ્યો છે.સુરત શહેર અને ગુજરાતના તમામ નાનામોટા કલાકારો કે જેઓ લોકસંગીત, આપનો લોક્વારસો અને આપણી કલાને જીવિત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આવા તમામ નાનામોટા કલાકારો પોતે માનભેર જીવી શકે તે માટે તેઓને સન્માનિત કરી આર્થિક સહાય ની જરૂર  પૂરી પાડવા માટે કલાવૃદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૦ -૮-૧૭ ના રોજ એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહી કળા પીરસશે, આ ઉપરાંત આ સંસ્થા દ્વારા આગામી સમયમાં સંગીત ક્લાસ નું પણ આયોજન કરવામાં આવશે,

આ તમામ કાર્યક્રમ ની પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપ ગઈકાલે કતારગામ ખાતે કર્ણાવતી પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મીટીંગ યોજવામાં આવી હતી, આ મીટીંગમાં  સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખાણી, ઉપ પ્રમુખ ઘનશ્યામ પરમાર, મંત્રી તુલસી બલર,  ટ્રસ્ટી બાબભા ગોહિલ, ત્રિલોક વાઘેલા તેમજ સમસ્ત કલાવૃંદ પરિવાર હાજર રહ્યું હતું, મીટીંગ દરમિયાન એક ખાસ પ્રશ્ન ઉઠ્યો હતો કે જ્યારે કલાકારો દાયરો પૂરો કરી રાત્રી દરમિયાન પરત આવતા હોય છે ત્યારે પોલીસ તરફથી ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય છે, જે અંગે આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરવામાં આવશે,



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો