વિપુલ બારડ અને રાહુલ મકવાણા-સુરત બ્યુરો ઓફીસ
સુરત ખાતે સાળવા ચોવીસી ક્ષત્રીય ગરાસીયા સમાજનો પાંચમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો, આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો, પી.પી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા,
આ સ્નેહમિલનમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામમાં આવ્યો હતો,આ પ્રસંગે ખાસ સમાજમાં કુરિવાજો દુર કરવા, સમાજને સંપૂર્ણ વ્યાસન મુક્ત કરવું જેવા મુદાઓ પર ભાર પૂર્વક ચર્ચાઓ થઈ હતી, તેમજ તાજેતરમાં ગુજરાતના બનાસકાંઠા સહિતના વિસ્તાઓમાં આવેલ વિનાશક પૂરમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી,
આ કાર્યક્રમમાં ખાસ પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જગુભા ગોહિલ-મોઠા, મણીભા સોલંકી-ભાડીયાદર,જામસિંહ ગોહિલ, લોકગાયક માનસિહ ગોહિલ મોઠા ના સરપંચ બાલુભા તેમજ ઉમેજના સરપંચ મનસુખભા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને પ્રેરક ઉદબોધન કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો