BREAKING

ચોંડા ગામના યુવકને દુષ્કર્મ ના કેસમાં ૧૦ વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકારતી કોર્ટ



દોઢેક વર્ષ પહેલા પાલીતાણા અન ચોંડા ગામના યુવકે ગારીયાધાર ની યુવતિને બાઇક પર બેસાડી નિર્જન વિસ્તારમાં લઇ જઇ શારિરીક અડપલા કરી તેની વિડીયો કલીપ ઉતારી લીધા બાદમાં યુવતિના ઘરે જઇ વિડીયો કલીપ બતાવી ધાક-ધમકી આપી યુવતિ પર દૂષ્કર્મ આચરવાના કેસમાં શખ્સને છઠ્ઠી એડીશ્નલ કોર્ટે શખ્સને 10 વર્ષની કેદ તેમજ રૂા. દોઢ લાખનો દંડ ભરવા હુકમ કર્યો હતો.

આજ થી દોઢેક વર્ષ પહેલા પાલીતાણા તાલુકાના ચોંડા ગામનો વતની અને ગારીયાધારના ગારિયાધારના ચોમલ ગામે હીરાનું કારખાનું ધરાવતા સતીષ ઉર્ફે લાલો વિઠ્ઠલભાઇ માવાણીના કારખાનામાં હીરા ઘસવાના કામે આવતી યુવતિ તેની સાથે હીરા ઘસવાનો કામ કરતી દયા રઘુભાઇ નામની યુવતિના ઘરે મહેંદી મુકવા ગઇ હતી અને મહેંદીનું કામ પુરૂ કરી યુવતિ પોતાના ઘર તરફ જઇ રહી હતી તે દરમ્યાન સતીષ માવાણી પોતાના બાઇક લઇને યુવતિની પાછળ જઇ યુવતિને પોતાના ઘરે મુકી જવાનું કહી બાઇક પાછળ બેસાડી ગારિયાધાર-પરવડી રોડ પર નિર્જન સ્થળે લઇ જઇ યુવતિ સાથે બળજબરીથી શારિરીક અડપલા કરી મોબાઇલમાં વિડીયો કલીપ ઉતારી લીધી હતી. ત્યાર બાદ આ કલીપ બતાવી યુવતી સાથે તેના ઘેર જઈ બ્લાત્કત ગુજારેલ અને વિડીઓ કલીપ ઉતારેલ, બાદ માં જે મોબાઈલમાં કલીપ ઉતારી હતી તે અન્ય લોકોને મળતા આ યુવતીની કલીપ વાઈરલ થઈ હતી જે યુવતીને જાણ થતા યુવતીના વાલીઓએ જે અંગેની ફરિયાદ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.


આ અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા ડીજી વિનય ઓઝા ના માર્ગદર્શન હેઠળ સરકારી વકિલ વી.બી. રાણાની અસરકારક દલીલોને ગ્રાહ રાખી ન્યાયમૂતિ એ.આર. પટેલએ સતીષ વિઠ્ઠલભાઇ માવાણીને 354/, 376, 450, એટ્રોસિટી એકટ તેમજ 66-ઇ (67)2 સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદ તેમજ રૂા. દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે આ કેસમાં અન્ય આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો